કોરોના વાઈરસના 5 શંકાસ્પદ દર્દી નાગપુરની હોસ્પિટલમાંથી ભાગી ગયા
મહારાષ્ટ્રના નાગપુરમાં કોરોના વાઈરસના 5 શંકાસ્પદ દર્દીઓ હોસ્પિટલમાંથી ભાગી ગયા. કોરોનાના લક્ષ્ણો મળી આવ્યાં બાદ તેમને મેયો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
Trending Photos
નાગપુર: મહારાષ્ટ્રના નાગપુરમાં કોરોના વાઈરસના 5 શંકાસ્પદ દર્દીઓ હોસ્પિટલમાંથી ભાગી ગયા. કોરોનાના લક્ષ્ણો મળી આવ્યાં બાદ તેમને મેયો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. આ મામલે વધુ જાણકારી આપતા એસઆઈ સચિન સૂર્યવંશીએ જણાવ્યું કે કોરોનાના 5 શંકાસ્પદ દર્દીઓ હતાં. એકનો રિપોર્ટ નેગેટિવ હતો. જ્યારે 4ના રિપોર્ટ આવવાના હજુ બાકી છે. તે લોકો નાશ્તો કરવા માટે નીકળ્યા હતાં. શંકાસ્પદ દર્દીઓનું કહેવું હતું કે તેમને કોરોનાના દર્દીઓ સાથે રાખવા જોઈએ નહીં.
આ બાજુ કોરોના વાઈરસની ચપેટમાં આવેલા દર્દીઓની સંખ્યા અંગે જાણકારી આપતા મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે કાલે કોરોના વાઈરસના બે વધુ પોઝિટિવ મામલા સામે આવ્યાં. એક અહેમદનગરથી છે અને એક મુંબઈથી. રાજ્યમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 19 થઈ ગઈ છે.
જુઓ LIVE TV
ભારતમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 82 કેસ સામે આવ્યાં
અત્રે જણાવવાનું કે ભારતમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 82 કેસ સામે આવી ચૂક્યા છે. જેમાંથી 2 લોકોના મોત થયા છે. જ્યારે 10 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પાછા ફર્યા છે. કોરોના વાઈરસના કારણે દેશના અનેક રાજ્યોમાં શાળા અને કોલેજો બંધ કરાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે